Powered By Blogger

Friday, February 25, 2022

આંસTears

 દુ:ખીના આંસુ પડ્યા, 

ચંન્દ્રમા શરમાઈ ગયો; 
કાલે સવાર નહી થાય.

Tears fall of the sick, 

The Moon ashamed;
No morning tomorrow.

Monday, February 21, 2022

જ્ઞાનગંગા

 *જ્ઞાનગંગા*


માતૃ, દેશ અને વિદેશની ભાષા શીખી લે,

ભાઇબહેન, માબાપ, દાદાદાદી પેઢી સમજી લે.


માખણ નહીં તો છાશ દે,

કારણ નહી તો વિદેશ દે.


તનમનથી મહાત્મા અને સંત કથા સાંભળી રે!

મન ગમતી પ્રસાદી બધી દીલથી અમે વહેંચી રે!

---ગજાનંદ સ્વામી 

Thursday, February 17, 2022

સંશોધન

ભૂલ શોધક બને પરીક્ષક,

તે વ્યક્તિ છે જ સ્થાનિક;


ભૂલ સંશોધક બને વૈજ્ઞાનિક, 

તેની અભિવ્યક્તિ વૈશ્વિક.


 સ્થાનિકને જોઈએ છે હંમેશ સગવડ,

વૈશ્વિકને નથી જરા પડતી અગવડ.


પૂર્વમાં ભજે ગણેશ,

પશ્ચિમે સજે ગણપતિ;

દક્ષિણ ભજે ગજેન્દ્ર,

ઉત્તર કાજે ગજાનંદ.


વાલ્મીકિ લખ્યુ રામાયણ 

આધુનિક ભુલવાણી કરે  કામણ,

પૌરાણિક વાણી જ કરાવે  માખણ.

Tuesday, February 15, 2022

आश्रम व्यवस्था

ब्रह्मचर्य मानवी वीर्यवान बनाते है,  

त्यागसे वैराग्य बढता है।


 दर्द मिट जानेसे , संकट टलते है,
 ज्ञान पचनेसे, बुद्धि जागृत होती है।
 
गृहस्थाश्रमी तीनो आश्रमी को पोषते है,
संयम व्यभिचार कम करने सकते है।

जब लोभ बढ़ता है, वह समय लुटता है,
संशय दूर होते हैं, द्विधाएं दूर होती हैं।

वानप्रस्थी मेरातेरा कम करते है,
वह अज्ञानी को प्रेरणा दते है।

माफ़ करने सज्जनताकी वृद्धि होती है,
संतोष पचनेसे पायी शांति शुद्ध होती है।

संन्यासी धर्म बताया कर श्रद्धा बढाते है,
मुमुक्षी बनके मोक्ष चाहना अच्छी बात है।

वैज्ञानिको संत मिलसे सहयोगी बनते है।,
ऋषि शास्त्र संशोधन करके शुद्ध करते है।

Friday, February 11, 2022

નમસ્તે

 ગાવા આવશે, પેલી રમતી રંજન,

દિલમાં વસશે, વળી કરતી નમન;

પાકવા આવી કેરી, ગરમી ખમતી,
ખાવા આવશે કેલી, કુંજન કરતી;

કેળા લાવશે ખરૂને, પણ અભણ માળીના,
મેવા ગમશે જાણીને, પેલી મનન વાળીના;

Thursday, February 10, 2022

જીવન પંથ

 *જીવન પંથ*

બ્રહ્મચર્ય બનાવે વીર્યવાન,

ત્યાગ અને વૈરાગ્ય સમજાવે.

દર્દ મટે, સંકટ ઘટે;

જ્ઞાન પચે, પ્રજ્ઞા જાગે.


ગૃહસ્થી બનાવે શીલવાન,

સંયમથી વ્યભિચાર ઘટાડે.


    *વૃત્તિ સુયોગ*

લોભ વધે, સમય લુટે,

શંકા છુટે, દ્વિધા ધટે.


વાનપ્રસ્થ મારૂતારૂ ઘટાડે,

અણસમજુ જનોને મનાવે.


ક્ષમા વધે, સજા ઘટે,

સંતોષ આવે, શાંતિ લાવે.


સન્યસ્થ ધર્મ યાદ કરાવે,

મુમુક્ષી બની મોક્ષ વાચ્છે.


પરમ જ્ઞાની સંત પંથ બતાવે,

પરમેશ્વર સંસાર નભાવે.

- ગજેન્દ્ર 

Gajendra101@gmail.com

Monday, February 07, 2022

સમજુ સજ્જન

પદવી અને સત્તા પચાવે, 

કોઇને પણ ન જ સતાવે;

સંયમથી જીવન  બચાવે.

વિનય સહજ સમજ...

કદ કે મદ ન વધારે,
સમાજને ન મુજાવે;
તે જ બાળક સુધારે.
સહજ વિવેક સમજ...