*જીવન પંથ*
બ્રહ્મચર્ય બનાવે વીર્યવાન,
ત્યાગ અને વૈરાગ્ય સમજાવે.
દર્દ મટે, સંકટ ઘટે;
જ્ઞાન પચે, પ્રજ્ઞા જાગે.
ગૃહસ્થી બનાવે શીલવાન,
સંયમથી વ્યભિચાર ઘટાડે.
*વૃત્તિ સુયોગ*
લોભ વધે, સમય લુટે,
શંકા છુટે, દ્વિધા ધટે.
વાનપ્રસ્થ મારૂતારૂ ઘટાડે,
અણસમજુ જનોને મનાવે.
ક્ષમા વધે, સજા ઘટે,
સંતોષ આવે, શાંતિ લાવે.
સન્યસ્થ ધર્મ યાદ કરાવે,
મુમુક્ષી બની મોક્ષ વાચ્છે.
પરમ જ્ઞાની સંત પંથ બતાવે,
પરમેશ્વર સંસાર નભાવે.
- ગજેન્દ્ર
Gajendra101@gmail.com

No comments:
Post a Comment