ભૂલ શોધક બને પરીક્ષક,
તે વ્યક્તિ છે જ સ્થાનિક;
ભૂલ સંશોધક બને વૈજ્ઞાનિક,
તેની અભિવ્યક્તિ વૈશ્વિક.
સ્થાનિકને જોઈએ છે હંમેશ સગવડ,
વૈશ્વિકને નથી જરા પડતી અગવડ.
પૂર્વમાં ભજે ગણેશ,
પશ્ચિમે સજે ગણપતિ;
દક્ષિણ ભજે ગજેન્દ્ર,
ઉત્તર કાજે ગજાનંદ.
વાલ્મીકિ લખ્યુ રામાયણ
આધુનિક ભુલવાણી કરે કામણ,
પૌરાણિક વાણી જ કરાવે માખણ.

No comments:
Post a Comment