સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ? Where is the promise of our wedding vow ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ. Over our life has changed, dear ‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ, Where is our promise to be soul-mates ’હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ. When we changed sides, it caused a rift, થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે, Our oneness turned into separation જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ. Once trust is gone, the life is gone, dear
બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો, Our helplessness turns into bitterness એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ. One little difference changed our life સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ, This rebirth is the seventh of our union તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ. When you said that then was the end, dear થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ We are not one, nor separate, forever we are parent અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ. You see us as separated even as we live together ‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી! We wait and watch who gets ahead, dear! પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ… Even without bond, our lives continue Written by ડૉ.વિવેક મનહર ટેલર( Gujarati) Translated by Gajendra, Mar 20th, 23g, 2011

No comments:
Post a Comment