Powered By Blogger

Monday, March 07, 2022

જીવન પ્રવાહ

પ્રસંગે-પ્રસંગે નિખરતું જવાનું

એ પ્રસંગો વિસરતું જવાનું.


રીતિરિવાજ હતા કાલ ને છે આજ પણ,

ન જીતી શકો તોય હમેશ રમતું જવાનું !


રહી કયાં કદી કોઇની જીંદગી કાયમ?

ક્ષણ આજ કાલ આવે તોય રમવાનું!


ઘડી પળ બધું હોય તે પૂર્વ નિશ્ચિત છે,

સમય ફેરવે એમ તેમ ફરતા રહેવાનું !


નથી આપણું જીવન ઝાકળ જેવું,

પણ છે જીવન નદીના પ્રવાહ જેવું.


No comments: